મુંબઈ : ફિલ્મ સર્જક રોની સ્ક્રૂવાલાની આગામી ફિલ્મ મર્દ કો દર્દ નહીં હોતા માર્ચ મહિનાની 21મીએ રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનો પ્રીમિયર શો ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાયો હતો અને એને પિપલ્સ ચોઇસ એવોર્ડ મિડનાઇટ મેડનેસ પ્રાપ્ત થયો હતો. ઉપરાંત મામી ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પણ આ ફિલ્મ રજૂ થઇ હતી જેને સરસ પ્રતિસાદ મળ્યો હતો.
ઘણા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સ્ટારકિડ્સ બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મથી હવે સલમાન ખાન સાથે મેંને પ્યાર કિયામાં કામ કરી ચૂકેલ અભિનેત્રી ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ ફિલ્મમાં ડેબ્યુ કરવા જય રહ્યો છે. આ ફિલ્મમાં અભિમન્યુ સાથે અભિનેત્રી રાધિકા મદાન જોવા મળશે. આ પહેલા રાધિકા વિશાલ ભારદ્વાજની ફિલ્મ પટાખામાં નજરે પડી હતી.
'ધ મેન હુ ફીલ્સ નો પેઇન' અંગ્રેજી ટાઇટલ ધરાવતી આ ફિલ્મ 70 અને 80 ના દશકામાં માર્શલ આર્ટ પર આધારિત એક્શન કોમેડીથી ભરપૂર છે. રાઇટર-ડિરેક્ટર વાસન બાલાની ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા' ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મિડનાઇટ મેડનેસ સેક્શનમાં રજૂ થનારી પહેલી ઇન્ડિયન ફિલ્મ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે